બાંગ્લાદેશે ભારતની સામે મેળવી પ્રથમ ટી20 જીત, કોટલામાં 7 વિકેટે હરાવ્યું

  • બાંગ્લાદેશે ભારતની સામે મેળવી પ્રથમ ટી20 જીત, કોટલામાં 7 વિકેટે હરાવ્યું
    બાંગ્લાદેશે ભારતની સામે મેળવી પ્રથમ ટી20 જીત, કોટલામાં 7 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ બાંગ્લાદેશે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ભારતને સાત વિકેટે પરાજય આપીને ચોંકાવી દીધા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ ભારતનો પ્રથમ પરાજય છે. આ પહેલા બાંગ્લાદેશ સામે રમાયેલી 8 મેચોમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશે મુશફિકુર રહીમ (60*)ની શાનદાર બેટિંગની મદદથી 19.3 ઓવરમાં 3 વિકેટે ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.