તીસ હજારી તાંડવ: છૂટા હાથે મારામારીમાં 30થી વધુ વકીલ-પોલીસકર્મી ઘાયલ, સોમવાર સુધી કોર્ટ બંધ, SITની રચના

  • તીસ હજારી તાંડવ: છૂટા હાથે મારામારીમાં 30થી વધુ વકીલ-પોલીસકર્મી ઘાયલ, સોમવાર સુધી કોર્ટ બંધ, SITની રચના
    તીસ હજારી તાંડવ: છૂટા હાથે મારામારીમાં 30થી વધુ વકીલ-પોલીસકર્મી ઘાયલ, સોમવાર સુધી કોર્ટ બંધ, SITની રચના

નવી દિલ્હી: તીસ હજારી કોર્ટ માં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20થી વધુ પોલીસકર્મીઓ જેમાં એક એડિશનલ ડીસીપી, બે એસએચઓ ઉપરાંત આઠ વકીલ ઘાયલ થયા. ઝઘડા દરમિયાન એક વકીલને પોલીસ દ્વારા થયેલા હવાઈ ફાયરિંગની ગોળી પણ વાગી છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ જેલ વાન અને પોલીસ જિપ્સી સહિત 20થી વધુ વાહનોમાં આગચંપી કરી  હતી. આ મામલે તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચની એક એસઆઈટીની રચના કરી છે.  આ બધા વચ્ચે શનિવારના આ ચોંકાવનારા ઘટનાક્રમ પર દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ એસ.એન.ઢિંગરાએ આઈએએનએસ સાથે વાતચીતમાં 17 ફેબ્રુઆરી 1988ના રોજ તત્કાલિન ડીસીપી કિરણ બેદી અને વકીલો વચ્ચે થયેલી તીસ હજારી કોર્ટની બબાલને યાદ કરી હતી. શનિવારે મોડી સાંજે દિલ્હી દિલ્હી પોલીસથી ગુસ્સે ભરાયેલા વકીલોએ સોમવાર સુધી દિલ્હીની તમામ કોર્ટોમાં કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે.