બિહાર: છઠ મહાપર્વ દરમિયાન અલગ અલગ દુર્ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યાં, અનેક ઘાયલ

  • બિહાર: છઠ મહાપર્વ દરમિયાન અલગ અલગ દુર્ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યાં, અનેક ઘાયલ
    બિહાર: છઠ મહાપર્વ દરમિયાન અલગ અલગ દુર્ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યાં, અનેક ઘાયલ

બિહાર: એક બાજુ બિહાર-ઝારખંડ સહિત વિભિન્ન રાજ્યોમાં લોક આસ્થા અને વિશ્વાસના મહાપર્વ છઠને લઈને ધૂમ મચી છે. ત્યારે બીજી બાજુ બિહારમાં અલગ અલગ જગ્યાઓ પર 11 લોકોના અકસ્માતમાં મોતના કારણે માતમ છવાયો છે. સમસ્તીપુરમાં છઠપૂજા દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી અને આ અકસ્માતમાં બે મહિલાઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  બીજી બાજુ હસનપુરમાં છઠપૂજા દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી. જ્યાં મંદિરની દિવાલ પડતા ડઝન જેટલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયાં. મળતી માહિતી મુજબ અનેક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટના હસનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બડગામ ગામ સ્થિત જૂના કાળી મંદિરની દિવાલ તૂટવાના કારણ ઘટી.