ડિમોલિશન મુદ્દે દમણવાસીઓ લાલચોળ થયા, 144ની ધારા લાગુ કરાઈ

  • ડિમોલિશન મુદ્દે દમણવાસીઓ લાલચોળ થયા, 144ની ધારા લાગુ કરાઈ
    ડિમોલિશન મુદ્દે દમણવાસીઓ લાલચોળ થયા, 144ની ધારા લાગુ કરાઈ

દમણમાં 130 જેટલા મકાનો સરકારી જગ્યા પર બંધાયેલા હતા, જેનું દમણ પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન (Demolition) કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે ઘરના બેઘર બનેલા લોકોએ પ્રશાસન સામે રોષ ઠાલવ્યો હતો. ગતરોજ બપોરથી નાની દમણથી મોટી દમણને જોડતો રાજીવ ગાંધી બ્રિજ પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. તો આજે પણ દમણમાં ચક્કાજામ બાદ તંગ સ્થિતિ જોવા મળી. તેથી પ્રશાસન દ્વારા 144 ધારા (Section 144) લાગુ કરાઈ છે.