રાહત! સતત 5મા દિવસે પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો, ડીઝલના ભાવ સ્થિર

  • રાહત! સતત 5મા દિવસે પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો, ડીઝલના ભાવ સ્થિર
    રાહત! સતત 5મા દિવસે પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો, ડીઝલના ભાવ સ્થિર

નવી દિલ્હી: પેટ્રોલના ભાવમાં મંગળવારે સતત પાંચમા દિવસે ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો જ્યારે ડીઝલ ના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. એક દિવસ પહેલાં ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો કર્યો હતો. દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં ફરી પાંચ પૈસા લીટરનો ઘટાડો થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં બે દિવસથી ઘટાડો અટકી ગયો છે.    ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 72.60 રૂપિયા, 75.32 રૂપિયા, 78.28 રૂપિયા, અને 74.45 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ કોઇ ફેરફાર ક્રમશ: 65.75 રૂપિયા, 68.16 રૂપિયા, 68.96 રૂપિયા અને 69.50 રૂપિયા પ્રતિ લીટર છે.