કમલમ : ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક, 7 કલાક ચાલેલી બેઠકનાં આવી શકે છે ચોકાવનારા પરિણામ

  • કમલમ : ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક, 7 કલાક ચાલેલી બેઠકનાં આવી શકે છે ચોકાવનારા પરિણામ
    કમલમ : ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક, 7 કલાક ચાલેલી બેઠકનાં આવી શકે છે ચોકાવનારા પરિણામ

ગાંધીનગર : રાજ્યમાં યોજાયેલી 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ ભાજપની મહત્વની બેઠક આજે કમલમ પર મળી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સંગઠનની બેઠક પહેલા પ્રદેશ ભાજપના મુખ્ય નેતાઓની બેઠક મળી હતી જેમાં પેટાચૂંટણીના પરિણામોને લઇને ચર્ચા થઇ હતી અને આગામી દિવસમાં સંગઠનના કાર્યક્રમોને લઇને પણ ચર્ચા થઇ હતી. સંગઠન સંરચના અધૂરી કામગીરીને લઇને પણ સમીક્ષા કરાઇ હતી.