દીપિકા પાદુકોણ છે પ્રેગનન્ટ? આ ચર્ચા પાછળ છે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું કારણ

  • દીપિકા પાદુકોણ છે પ્રેગનન્ટ? આ ચર્ચા પાછળ છે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું કારણ
    દીપિકા પાદુકોણ છે પ્રેગનન્ટ? આ ચર્ચા પાછળ છે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું કારણ

નવી દિલ્હી : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેમના લગ્ન પછી સતત ચર્ચામાં રહ્યા છે. તેમના લગ્નને એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં તેમના એકબીજા પ્રત્યેના પ્રેમમાં થોડો પણ ઘટાડો નથી થયો અને સતત એકબીજાની કંપનીની મજા માણતા જોવા મળી રહ્યા છે. આ જોડીએ જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી તેમના બાળકની ચર્ચા ચાલી રહી છે. હાલમાં દીપિકાએ તેના ઇસ્ટાગ્રામ પર બાળપણની એક તસવીર પોસ્ટ કરતા સોશિયલ મીડિયામાં તે પ્રેગનન્ટ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો કહે છે દીપિકા આ રીતે પોતાની પ્રેગનન્સીની હિન્ટ આપી રહી છે.