સની લિયોનીમાં રસ હોય તો આ સમાચારમાં ચોક્કસ રસ પડશે જ

  • સની લિયોનીમાં રસ હોય તો આ સમાચારમાં ચોક્કસ રસ પડશે જ
    સની લિયોનીમાં રસ હોય તો આ સમાચારમાં ચોક્કસ રસ પડશે જ

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ની આગામી ફિલ્મ મોતીચૂર ચકનાચૂર નું એક ગીત 'બત્તીયાં બુઝા દો' સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. આ એક આઇટમ સોન્ગ છે જેમાં સની પોતાનો જાદુ જગાવતી જોવા મળી રહી છે. આ ગીતમાં સની સાથે નવાઝુદ્દી પણ જોવા મળી રહ્યો છે.  સની લિયોનીનું આ ગીત ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. યુ ટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી 66 લાખથી વધારે વખત જોવામાં આવ્યું છે. પહેલાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. કોમેડીથી ભરપુર આ ફિલ્મમાં એક લવસ્ટોરી પણ છે. આ ફિલ્મ 15 નવેમ્બરના દિવસે થિયેટરમાં રિલીઝ થવાની છે.