આ મહિલા બગદાદીની ક્રુરતા અને ISISના અનેક રહસ્યોનો કરશે પર્દાફાશ, જાણો કોણ છે

  • આ મહિલા બગદાદીની ક્રુરતા અને ISISના અનેક રહસ્યોનો કરશે પર્દાફાશ, જાણો કોણ છે
    આ મહિલા બગદાદીની ક્રુરતા અને ISISના અનેક રહસ્યોનો કરશે પર્દાફાશ, જાણો કોણ છે

નવી દિલ્હી: તુર્કીએ ISIS લીડર બગદાદીની બહેન  (રસમિયા અવદ)ને સીરિયાના ઉત્તરી શહેર એઝાઝથી પકડી છે. આ સાથે જ તેના પતિ અને વહુની પણ ધરપકડ  કરાઈ છે. હાલ ત્રણેયની પૂછપરછ થઈ રહી છે. એઝાઝ શહેર કે જ્યાંથી બગદાદીની બહેન પકડાઈ છે તે ક્ષેત્ર આમ તો સીરિયામાં પડે છે પરંતુ તેના પર તુર્કીએ કબ્જો જમાવેલો છે.  ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ બગદાદીની બહેન સીરીયાના એઝાઝથી પકડાઈ છે. જે સમયે બગદાદીની બહેન પકડાઈ ત્યારે તેની જોડે પાંચ બાળકો હતાં. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે પૂછપરછમાં તેની પાસેથી ISIS અંગે અનેક મહત્વની જાણકારીઓ મળશે જેનો ફાયદો મળી શકે છે.