પાકિસ્તાનની તૈયારી પૂર્ણઃ શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે ઈમરાન ખાન

  • પાકિસ્તાનની તૈયારી પૂર્ણઃ શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે ઈમરાન ખાન
    પાકિસ્તાનની તૈયારી પૂર્ણઃ શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે ઈમરાન ખાન

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે 12 નવેમ્બરના રોજ શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવની 550મી જયંતીથી પહેલા કરતારપુર કોરિડોરનું શનિવારે ઉદઘાટન કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જયંતી સમારોહમાં ભાગ લેવા માટે ભારત તથા અન્ય દેશના હજારો શીખ શ્રદ્ધાળુઓ આવશે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર વડાપ્રધાન ઈમરાન ખાન શનિવારે 4.2 કિમી લાંબા કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. 

ગુરૂદ્વારા દરબાર સાહિબના નામથી પ્રસિદ્ધ કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખ ધર્મનું સૌથી મોટું તીર્થધામ છે, જ્યાં ગૂરુ નાનક દેવજીએ પોતાના જીવનના અંતિમ 18 વર્ષ પસાર કર્યા હતા. પાકિસ્તાનના પંજાબ રાજ્યના ગવર્નર ચૌધરી મોહમ્મદ સરવર અને રાજ્યના ધાર્મિક બાબતોના મંત્રી ઔફક સઈદ સઈદુલ હસન શાહ બુખારીએ સોમવારે કરતારપુર પહોંચીને તૈયારીઓની સમીક્ષા કરી હતી.