શિવસેનાનું BJPને 48 કલાકનું અલ્ટિમેટમ, ના માન્યા તો NCP સાથે સરકાર બનાવીશું

  • શિવસેનાનું BJPને 48 કલાકનું અલ્ટિમેટમ, ના માન્યા તો NCP સાથે સરકાર બનાવીશું
    શિવસેનાનું BJPને 48 કલાકનું અલ્ટિમેટમ, ના માન્યા તો NCP સાથે સરકાર બનાવીશું

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ક્ષણે ક્ષણે સમીકરણ બદલાઈ રહ્યા છે. હવે આ દરમિયાન 48 કલાક ખુબ જ મહત્વના થઈ ગયા છે. શિવસેનાએ ભાજપને 48 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે અને જણાવ્યું છે કે તેની પાસે પ્લાન-B તૈયાર છે. આ દરમિયાન ભાજપ તરફથી શિવસેના સાથેનો સંવાદ બિલકૂલ બંધ છે. પ્લાન-B અંતર્ગત શિવસેના અને એનસીપી ભેગામળીને સરકાર બનાવી શકે છે અને કોંગ્રેસનો બહારથી ટેકો લઈ શકે છે. 

આ રીતે શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે અને 145 ધારાસભ્યોના બહુમતનો અપેક્ષિત આંકડો પણ સરળતાથી પાર થઈ જશે. શિવસેનાના એક મોટા નેતાનો દાવો છે કે, હવે પ્લાન-B અમારો પ્લાન-A બની ગયો છે. બધાની સાથે અમારી વાટાઘાટો થઈ ચૂકી છે. 

શિવસેનાનો અફસોસ
શિવસેનાને એ વાતનો અફસોસ છે કે અત્યાર સુધી ઔપચારિક રીતે ભાજપ સાથે સરકારની રચના અંગે વાટાઘાટો થઈ નથી. સૂત્રો અનુસાર મુખ્યમંત્રી પદની વહેંચણીની સાથે-સાથે શિવસેના એ વાતથી પણ નારાજ છે કે, અત્યાર સુધી ભાજપના એક પણ મોટા નેતાનો આદિત્ય ઠાકરેને અભિનંદન આપવા માટે ફોન સુધ્ધાં આવ્યો નથી.