દિલ્હી પોલીસ vs વકીલ : 10 કલાક પછી પોલીસના ધરણા ખતમ, બધી માંગણી માનવામાં આવી

  • દિલ્હી પોલીસ vs વકીલ : 10 કલાક પછી પોલીસના ધરણા ખતમ, બધી માંગણી માનવામાં આવી
    દિલ્હી પોલીસ vs વકીલ : 10 કલાક પછી પોલીસના ધરણા ખતમ, બધી માંગણી માનવામાં આવી

નવી દિલ્હીઃદિલ્હી પોલીસ અને વકીલો વચ્ચેની માથાકૂટ ચોથા દિવસે સમાપ્ત થઇ હતી. દિલ્હી પોલીસના સ્પેશ્યલ કમિશ્નર સતીશ ગોલચાએ પ્રદર્શન કરી રહેલા પોલીસકર્મીઓને કહ્યું - હું તમને સૌને નિવેદન કરું છું કે મહેરબાની કરીને તમારી ડ્યૂટી પર પરત ફરો. આ ઘટનામાં જે પણ કર્મચારી ઘાયલ થયા છે તેમને ઓછામાં ઓછું 25 હજાર રૂપિયાનું વળતર મળશે. ત્યારબાદ એક પોલીસકર્મીએ કહ્યું કે આશ્વાસન મળ્યા બાદ અમે ધરણા પ્રદર્શન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ગૃહમંત્રાલયે મંગળવારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં 3 નવેમ્બરના કોર્ટના આદેશને સંશોધિત કરવાની માંગ કરી છે. ગૃહમંત્રાલયનું કહેવું છે કે 2 નવેમ્બરના તીસ હઝારી કોર્ટમાં વકીલ અને પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદની ઘટનાઓ પર આ આદેશ લાગૂ ન કરવામાં આવે. કોર્ટે દિલ્હી પોલીસને વકીલો વિરુદ્ધ કડકાઇ ન દાખવવાનો આદેશ આપ્યો હતો. ગૃહમંત્રાલયની અરજી પર કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સહિત વકીલના અન્ય સંગઠનોને પણ નોટિસ જાહેર કરી છે. આ મામલે બુધવારે સુનવણી થશે.
અગાઉ સાકેત અને તીસ હજારી કોર્ટમાં સાથીઓ સાથેની મારઝૂડના વિરોધમાં મંગળવારે હજારો પોલીસકર્મીઓએ પોલીસ મુખ્યાલય પર પ્રદર્શન કર્યું. આ લોકોએ હાથમાં પોસ્ટર લીધા હતા, જેમાં લખ્યું હતું કે, અહીં નબળું નેતૃત્વ નથી, પણ કિરણ બેદીની જરૂર છે. પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે પોલીસકર્મીઓને ફરજ પર પરત ફરવાની અપીલ કરી અને કહ્યું કે, અમારા માટે આ પરીક્ષાનો સમય છે. આ સાથે સાકેત કોર્ટમાં મારઝુડના મામલામાં પોલીસકર્મીઓના નિવેદનના આધારે 2 FIR નોંધાઈ છે. તો બીજી તરફ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રદર્શન કરી રહેલા વકીલોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. કાઉન્સિલે કહ્યું કે, ગુંડાગર્દી કરનારા વકીલોની ઓળખાણ કરવામાં આવે.