મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 7મીએ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિ.મીની ઝડપે ટકરાશે

  • મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 7મીએ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિ.મીની ઝડપે ટકરાશે
    મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 7મીએ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિ.મીની ઝડપે ટકરાશે

અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘મહા’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતના ભારે વરસાદ અને દરિયો તોફાની બનવાની શક્યતા છે. હાલ આ વાવાઝોડું પોરબંદરથી 660 કિમી, વેરાવળથી 720 અને દીવથી 770 કિમી દૂર છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે, 7 નવેમ્બર સવારે વાવાઝોડું દીવ અને પોરબંદરની વચ્ચે ત્રાટકશે, પરંતુ આ દરમિયાન વાવાઝોડાની ઝડપ ઘટીને 70થી 80 કિમી સુધી થઈ જશે. વાવાઝોડાના કારણે 7 નવેમ્બરે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરા સહિત અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 8 નવેમ્બરથી હવામાન સામાન્ય થઈ જશે. 6 અને 7 નવેમ્બર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, આવતીકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે...જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો થતો રહેશે. 6 નવેમ્બરે જૂનાગઢ. ગીર સોમનાથ, અમરેલી. ભાવનગર, સોરઠ, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, રાજકોટમાં તેમજ 7 નવેમ્બરે ભાવનગર, સોરઠ, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે