રીબડાના ગુરૂકુળમાં 5 થી 9 ડિસેમ્બર સુધી ઉજવાશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

  • રીબડાના ગુરૂકુળમાં 5 થી 9 ડિસેમ્બર સુધી ઉજવાશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
    રીબડાના ગુરૂકુળમાં 5 થી 9 ડિસેમ્બર સુધી ઉજવાશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

રાજકોટ:તા.4
નૂતન વર્ષના પ્રારંભે શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ધર્મવત્સલદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસ.જી.વી.પી. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રીબડા ખાતે ગુરૂકુલ પરિવાર જનોનું સ્નેહ મિલન યોજાયુ હતું.
આ પ્રસંગે રાજકોટ,ગોંડલ,રીબ,રીબડા, ગુંદાસરા, પીપળીયા,કાંગશિયાળી વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.
પુરાણી સ્વામીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આગામી 5 ડીસેમ્બર થી 9 ડિસેમ્બર દરમ્યાન રીબડા ગુરૂકુલ ખાતે હડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજને હસ્તે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.જેમાં મહાવિષ્ણુયાગ વગેરે અનેક વિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે.
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી આશીર્વાદ આપતા જણાવ્યું હતું, કે ભૌતીક સંપતિ ગમે તેટલી ભેગી થાય પણ જો સમજણ ન હોય તો તે સમૃદ્ધિ કયારેય સુખ આપતી નથી.સંપતિ સાથે સરસ્વતીનો સંગમ થાય તો સોનામાં સુંગધ ભળે.ભગવાને આપેલી સંપતિનો ઉપયોગ જો દર્દીનારાયણ અને દરિદ્રનારાયણની સેવામાં થાય તો એ સંપતિ શુભ લક્ષ્મી ગણાય.
નુતન વરસે આપણે સંકલ્પ કરીએ કે,આપણાં ઘર, ગામ નગરોને સ્વચ્છ રાખીશું વધારેમાં વધારે વૃક્ષો વાવીને આપણી માતા સમાન ધરતીને હરિયાળી બનાવીશું
આ પ્રસંગે ગુરૂકુલ સંચાલક શા.ધર્મવત્સલદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.આ પ્રસંગે ખાસ શાકોત્સવ યોજાયો હતો.જેની તમામ વ્યવસ્થા હરિનંદનદાસજી સ્વામી,વિશ્ર્વસ્વરૂપદાસજી સ્વામીએ સંભાળેલ.