સુરતઃ મહા વાવાઝોડાની સાવચેતીના ભાગરૂપે ડુમસ-સુવાલી બીચ પર જવા પ્રવાસીઓ માટે પ્રતિબંધ

  • સુરતઃ મહા વાવાઝોડાની સાવચેતીના ભાગરૂપે ડુમસ-સુવાલી બીચ પર જવા પ્રવાસીઓ માટે પ્રતિબંધ
    સુરતઃ મહા વાવાઝોડાની સાવચેતીના ભાગરૂપે ડુમસ-સુવાલી બીચ પર જવા પ્રવાસીઓ માટે પ્રતિબંધ

સુરતઃઅરબી સમુદ્રમાં ઉદભવેલા મહા વાવાઝોડાની અસર છ નવેમ્બરથી શરૂ થવાની છે. સંભવિત વાવાઝોડાની સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા સુરત નજીક આવેલા ડુમસ અને સુવાલી બીચ પર ત્રણ દિવસનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ પ્રવાસીઓને દરિયાની અંદર ન જવા માટેની સૂચના દર્શાવતાં બોર્ડ બેનર પણ દરિયા કિનારે લગાવવામાં આવ્યાં છે.