સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘મહા’ના સંકટ સામે બાથ ભીડવા તંત્ર તૈયાર

  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘મહા’ના સંકટ સામે બાથ ભીડવા તંત્ર તૈયાર
    સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘મહા’ના સંકટ સામે બાથ ભીડવા તંત્ર તૈયાર
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘મહા’ના સંકટ સામે બાથ ભીડવા તંત્ર તૈયાર
    સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘મહા’ના સંકટ સામે બાથ ભીડવા તંત્ર તૈયાર

રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર-કચ્છમાં મહા વાવાઝોડુ ગુરૂવાર રાત સુધીમાં ત્રાટકવાની સંભાવના સાથે ભારેથી અતિભારે વરસાદ સાથે 80 થી 100 કી.મી. સુધી પવન ફૂંકાવા સાથે ખાનાખરાબી સર્જાવાની દહેશતને ધ્યાને લઈ તમામ જીલલાનું વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે.
આગામી બે દિવસમાં ગૂરૂવારની સવારે કે બપોર સુધીમા દિવ નજીકના દરિયાકાંઠે 60 થી 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે મહા ચક્રાવાત ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લઈ તમામ જીલલામાં ખાસ કરીને સેંકડો અસરગ્રસ્ત ગામોના હજારાો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જો કોઈ આપાત કાલીન સ્થિતિ સર્જાય તો નેશનલ ડીઝાસ્ટરની રેસ્કયુ ફોર્સની 15 ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે.
દિવ
દીવ કલેકટર સલોની રાય અને પ્રસાનની ટીમ દ્વારા દીવ જીલ્લાના ધોધલા ગામે નીચાણવારા વિસ્તાર કે જે મીઠાબાવાનો છે.
ત્યાં વાવાઝોડાથી વધુ નુકશાન પહોચે તેવી શકયતા હોવાથી ત્યાંના રહેવાસીઓ ને બુધવાર સુધીમાં સેન્ટર હોમમાં ખસેડવા આદેશ ફરમાવ્યો ત્યારબાદ વણાંકબારા ગામમાં પણ ડેન્જર ઝોનમાં ગણવામાં આવેલ હોવાથી દીવ પ્રશાસનની પૂરી ટીમ વણાંકબારાના ગોમતીમાતા, વડલી માતા, જલારામ સોસાયટી વિસ્તારની મુલાકાત લીધી અને દરેકને સેન્ટર હોમમાં જવા અનુરોધ કર્યો અને પોતાનો કિંમતી વાતએ છે કે અમુક નોટીકલ માઈલમાં વિદેશી બોટ ફિશીંગ નહિ કરી શકે.
ભાવનગર
વાવાઝોડાની સંભવીત અસરોને પહોચી વળવા જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેના ભાગરૂપે આજે સવારે એનડીઆરએફન ટીમના 23 સભ્યો ભાવનગર આવી પહોચ્યા હતા અને તેઓને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર બંદર, ઘોઘા, તળાજા, મહુવા સહિતના વિસ્તારોમાં દરિયો ન ખેડવા સુચના અપાયેલ અને તમામ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા મહા વાવાઝોડાની અસર પૂર્વે જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ઉના
ગીરગઢડા, કોડીનાર તાલુકાના દરીયા કાંઠા વિસ્તારોના ગામોની પ્રજા અને તેની જાનમાલની સલામતીને ધ્યાને રાખી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીની અગત્યની મીટીંગ બોલાવી હતી. આ મીટીંગમાં 23 જેટલા દરીયાઈ સીમાના ગામો ત્રણ બંદરો સહિતને એલર્ટ જાહેર આવનારી કુદરતી આફત સામે સામનો કરી લોકોને સુરક્ષીત સાથે તમામ પ્રકારની જીવન જરૂરી વ્યવસ્થા મળી રહે તેવું આયોજન ડિઝાસ્ટરમેન્ટ દ્ારા કરાયું છષ.
અમરેલી-રાજુલા
"મહા" વાવાજોડા નો ખતરો સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના ના કારણે
જાફરાબાદ બંદર પર ગઈ કાલે 100 બોટો પરત લાવવા માટે નો પ્રયાસ શરૂ કરાયો હતો અને મોટાભાગ ની બોટો જાફરાબાદ પોહચી ગઈ છે આજે ફિશરીજ અધિકારી સાથે પોલીસ એ બોટો માલિકો એસોસિએશન સાથે મુલાકાત કરી હતી અને સર્ચા વિચારણા કરી જરૂરી સૂચના ઓ આપવા મા આવી હતી સાથે 50 આસપાસ જેટલી બોટો આજ રાત સુધી મા પરત આવી રહી છે
તમામ તૈયારી કરી દીધી છે ભાવનગર થી 1 એન.ડી.આર એફ ની ટીમ રવાના કરાય છે અને મોડી સાંજ રાત સુધી માં જાફરાબાદ સ્ટેન્ડ બાય રહેશે બીજી તરફ અમરેલી ખાતે ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ શરૂ કર્યો છે જેમા આપાતકાલીન સમયે 02792230735 ઉપર સંપર્ક કરી શકાશે બીજી તરફ માછીમારો ને દરિયો ન ખેડવા માટે કડક સૂચના પણ આપી દેવાય છે સાથે સાથે રાજુલા જાફરાબાદ ના 3 ગામો પર સૌવ થી વધુ ખતરો છે જેમા જાફરાબાદ ના ધારાબંદર,શિયાળબેટ,વરાહસ્વરૂપ આ ત્રણ ગામો દરિયા ની બાજુ મા આવેલા છે જેના કારણે જો વાવાજોડુ આવે તો સૌવ થી પહેલા આ 3 ગામો ની અસર થય શકે છે સાથે સાથે દરિયાઈ પટી થી 1 કિમિ વિસ્તાર માં આવતા 17 જેટલા ગામો છે તેને પણ એલર્ટ આપી દેવાયા છે
માંગરોળ
માંગરોળ મહા વાવાઝોડાને પગલે માંગરોળ વહીવટી તંત્ર એલર્ટ,, એન ડી આર એફ ની ટીમ સાથે પોલીશ, આરોગ્ય,અને વહીવટી વીભાગના અધિકારી ઓએ માંગરોળ બારા બંદરની મુલાકાત લીધી, માછીમારોને દરીયો ના ખેડવા અને વાવાઝોડાને પગલે તકેદારી રાખવા સમજણ આપી, સગર્ભા મહીલાઓને સલામત સ્થળે ખસેડાયા હતા
મોરબી
રાજ્યમાં ફરી એકવાર ‘મહા’ વાવાઝોડા નામનો ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે આ વાવાઝોડાની ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ અસર જોવા મળનાર હોવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા અત્યારથી જ અગમચેતીના ભાગરૂપે જરૂરી કામગીરી આરંભી દેવાઇ છે ત્યારે આજે હળવદ તાલુકાના ટીકર રણ કાંઠે માછીમારી કરવાં આવેલાં 40 જેટલા પરિવારોને વાવાઝોડાના ખતરાને ધ્યાને લઇ હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, ટિકર ગામ ના સામાજિક કાર્યકર વિજયભાઈ પટેલ સહિતનાઓ દ્વારા વાવાઝોડાની સંભાવનાને પગલે કામગીરીમાં જોડાયા હતા
મહા વાવાઝોડાની અગાહીને પગલે મોરબી જિલ્લામાં સમગ્ર જિલ્લા તંત્ર એક્શન મોડ ઉપર છે જોકે હજુ સમગ્ર જિલ્લામાં નોર્મલ સ્થિતિ છે. પણ જો વાવાઝોડાની અસર થાય તો તેને પહોંચી શકાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે જેમાં નવલખી પોર્ટ પર 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે અને મહા વાવાઝોડાની હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી છે.
મહા વાવાઝોડાની અસર ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે જેના પગલે મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ ના અધ્યક્ષ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોરબી,હળવદ, ટંકારા, માળીયા મિયાણા, વાંકાનેર તેમજ નવલખી પોર્ટ ઓફિસર સહિતના જુદા જુદા ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં જિલ્લા કલેકટર જે બી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબીમાં આ મહા વાવાઝોડા ના પગલે અતિભારે વરસાદ ની આગાહી છે ત્યારે મોરબીમાં 158 રજીસ્ટર્ડ બોટો ને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે તેમજ આ વાવાઝોડાથી દરિયાના આજુબાજુના માળીયા તાલુકાના 25 ગામો,હળવદ ના 04 ગામો,અને મોરબીના 04 ગામો એક કુલ મળી 23 ગામોને અસર થાય તેમ છે જેથી વહીવટી તંત્રના અધિકારી ઓની ટિમો દ્વારા 4760 લોકોને સલામત સ્થળે ખસેડી દેવા તૈયારીઓ કરી લેવામાં આવી છે. દિવ દરીયા કાંઠે નવાબંદરની બોટના થપ્પા....
ઊના નવાબંદર દરીયાઇ કિનારો જર્જરીત બની જતાં અને જેટી ટુકી પડતા બોટ લંગારવાની વ્યવસ્થા ન હોવાના અભાવે મહા વાવાઝોડાના ભારે પવન દરીયા તોફાન વખતે માછીમારની કિંમતી બોટ સુરક્ષિત રાખવા દિવ બંદરનો સહારો મળતા બોટના થપ્પા લાગી ગયા હતા.