રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય

  • રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય
    રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય
  • રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય
    રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય
  • રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય
    રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય

પીઠીયા નરેન્દ્ર દ્રારા:  રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનના સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટી20 મેચની શરૂઆત થઈ ચુકી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. આ મેચ પણ વરસાદના વાદળો ઘેરાયા હતા, પરંતુ હવે ટુંક સમયમાં જ મેચ શરૂ થઈ જશે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની આ 100મી ટી20 મેચ છે. આ સાથે જ રોહિત 100 ટી20 રમનારો ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. બાંગ્લાદેશે ભારતને 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે બે વિકેટ ગુમાવીને 15.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યો હતો.  ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશની ટીમે સારી શરૂઆત કરી હતી અને 7 ઓવરમાં વિના વિકેટે 60 રન બનાવી લીધા હતા. બાંગ્લાદેશની પ્રથમ વિકેટ 7મી ઓવરમાં પડી હતી. ત્યાર પછી બાંગ્લાદેશ રનની ગતિ બનાવી રાખી હતી. બાંગ્લાદેશે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે દિપક ચહર, ખલીલ અહેમદ, વોશિંગટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના નઈમે સૌતી વધુ 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના 154 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે ખુબ જ સારી શરૂઆત કરી હતી. ઓપનર બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવને શરૂઆતથી જ ધમાકેદાર બેટિંગ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 118 રન બનાવ્યા હતા. શિખર ધવન 10.5 ઓવરે 27 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની 100મી ટી20 મેચ રમી રહેલો કેપ્ટન રોહિત શર્મા આજે ફુલ ફોર્મમાં હતો. તેણે 43 બોલમાં 85 રન ફટકારીને ટીમના વિજયનો પાયો નાખ્યો હતો. રોહિત ભારતીય ટીમના 125ના સ્કોરે આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયર ભારતીય ટીમને વિજય સુધી દોરી ગયા હતા. ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટી20 8 વિકેટે જીતી લીધી હતી ફોટો- પ્રવીણ સેદાણી