નાપાક હરકતોથી બાજ ન આવ્યું પાકિસ્તાન, રામમંદિર પર મુસ્લિમ સમુદાયમાં ઝેર ઓકતું નિવેદન આપ્યું

  • નાપાક હરકતોથી બાજ ન આવ્યું પાકિસ્તાન, રામમંદિર પર મુસ્લિમ સમુદાયમાં ઝેર ઓકતું નિવેદન આપ્યું
    નાપાક હરકતોથી બાજ ન આવ્યું પાકિસ્તાન, રામમંદિર પર મુસ્લિમ સમુદાયમાં ઝેર ઓકતું નિવેદન આપ્યું

ઈસ્લામાબાદ :અયોધ્યા રામ મંદિર  મામલે સુપ્રિમ કોર્ટે આજે ચુકાદો આપ્યો. આ નિર્ણય પર પાકિસ્તાન ના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી એ શનિવારે કહ્યું કે, આ નિર્ણય પહેલાથી જ દબાવવામાં આવેલ મુસ્લિમ સમુદાય પર વધુ દબાણ નાંખશે. આ પહેલા શનિવારે ભારતની સુપ્રિમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની સંવિધાનિક પીઠે ચુકાદો આપ્યો કે, વિવાદિત રામ જન્મભૂમિ બનાવવા માટે હિન્દુઓને આપવી જોઈએ, જ્યારે કે મુસ્લિમ સમુદાયને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન અલગ સ્થળે ફાળવવી.

કુરૈશીએ જિયો ન્યૂઝના માધ્યમથી કહ્યું કે, ભારતીય સુપ્રિમ કોર્ટના નિર્ણયથી પહેલેથી દબાવવામાં આવેલ મુસ્લિમ સમુદાય પર વધુ દબાણ પડશે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન વિદેશ કાર્યાલય ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આ મામલા પર અધિકારીક નિવેદન જાહેર કરશે.