મહારાષ્ટ્ર: NCPએ બધું કોંગ્રેસ પર છોડ્યું, ચોથા નંબરની પાર્ટી સરકાર બનાવવા અંગે લેશે નિર્ણય!

  • મહારાષ્ટ્ર: NCPએ બધું કોંગ્રેસ પર છોડ્યું, ચોથા નંબરની પાર્ટી સરકાર બનાવવા અંગે લેશે નિર્ણય!
    મહારાષ્ટ્ર: NCPએ બધું કોંગ્રેસ પર છોડ્યું, ચોથા નંબરની પાર્ટી સરકાર બનાવવા અંગે લેશે નિર્ણય!

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ શિવસેનાએ સરકાર  બનાવવા માટેની કવાયત ઝડપી બનાવી દીધી છે. અટકળો મુજબ શિવસેનાની શરદ પવારની પાર્ટી એનસીપી સાથે વાતચીત ચાલુ છે. આ કડીમાં શરદ પવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક પણ યોજી હતી. જેમાં નક્કી કરાયું કે શિવસેનાને ટેકો આપવાના મુદ્દે કોંગ્રેસના નિર્ણય  બાદ એનસીપી પોતાના પત્તા ખોલશે. કોંગ્રેસના ટોચના નેતૃત્વની મહારાષ્ટ્ર પ્રદેશ શાખાની સાથે સાંજે 4 વાગે મહત્વની બેઠક થશે.  ત્યારબાદ મહારાષ્ટ્રની પળેપળ બદલાતી સ્થિતિને જોતા કહી શકાય કે સાંજે પાંચથી આઠ વાગ્યાની વચ્ચે સરકાર બનાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ સાંજે 5 વાગે શિવસેનાને સમર્થન આપવા અંગે અંતિમ નિર્ણય લેશે. તેના અડધા કલાક બાદ એનસીપી, શિવસેનાને સમર્થન અંગેની જાહેરાત કરશે. ત્યારબાદ સાંજે સાત વાગ્યાની આસપાસ શિવસેનાનું પ્રતિનિધિ મંડળ ગવર્નરને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. ગવર્નરે શિવસેનાને આજે સાંજે સાડા સાત વાગ્યા સુધીનો જ સમય આપ્યો છે.