પાકિસ્તાનથી વાયરલ થયેલી Pizzaની આ તસવીર જોઈને લોકોએ મોઢા બગાડ્યા, જુઓ શું કહ્યું...

  • પાકિસ્તાનથી વાયરલ થયેલી Pizzaની આ તસવીર જોઈને લોકોએ મોઢા બગાડ્યા, જુઓ શું કહ્યું...
    પાકિસ્તાનથી વાયરલ થયેલી Pizzaની આ તસવીર જોઈને લોકોએ મોઢા બગાડ્યા, જુઓ શું કહ્યું...

નવી દિલ્હી :ટ્વિટર પર હાલ એક નવા પ્રકારનો પિત્ઝા ના લઈને ચર્ચા થઈ રહી છે. જો તમે પણ પિત્ઝા ખાવાની શોખીન છો, તો આ ચર્ચામાં તમે પણ સામેલ થઈ શકો છો. પણ પહેલા જાણી લો કે આખરે આ પિત્ઝા છે કેવો... હકીકતમાં, આ ગુલાબ જાંબુ પિત્ઝાછે. તમે તસવીર જોઈને સાચુ જ અનુમાન લગાવ્યું છે. એવો પિત્ઝા જે ગુલાબ જાંબુમાંથી બન્યો છે. જેની દરેક સ્લાઈસ પર ગુલાબ જાંબુ દેખાઈ રહ્યો છે.  

આ પિત્ઝા ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે એક પાકિસ્તાની ન્યૂઝ પ્લેટફોર્મ, નયા દૌર મીડિયાએ આ પિત્ઝાની તસવીર શેર કરી છે. જેના બાદ આ તસવીર તેજીથી વાયરલ થઈ છે. આ ટ્વિટમાં નયા દૌર મીડિયાએ જે તસવીર શેર કરી છે, તેમાં પિત્ઝા પર ગુલાબ જાંબુ દેખાઈ રહ્યો છે. પિત્ઝા પર માત્ર સ્વીટ્સ જ નહિ, પરંતુ તેમાં ડ્રાયફ્રુટ્સ પણ પાથરેલા છે.