પાકિસ્તાનના મંત્રી હોશિયારી મારવા ગયા, પરંતુ પૂર્વ PMના પત્નીએ નાક કાપી લીધુ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહના અવસરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી. વિનમ્રતાથી જીવન જીવતા ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ પણ કર્યાં. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે મનમોહન સિંહ વિશે વાત કરી. તેમણે તેઓ જ્યારે મનમોહન સિંહને મળ્યાં હતાં ત્યારની વાતો યાદ કરી જો કે એક કિસ્સો એવો થયો કે કુરેશીએ થોડી અસહજતા પણ મહેસૂસ કરવી પડી. એક વીડિયો વાઈરલ થયો છે જેમાં શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે તેઓ મનમોહન સિંહના ઘરે ગયા હતાં. તેમણે તે સમયે ચા પીવડાવી હતી. મનમોહન સિંહના પત્નીએ તે ચા બનાવી હતી. જો કે તેમણે કહ્યું કે તે વખતે મનમોહન સિંહ તેમના માટે પોતે જાતે ચા લઈને આવ્યાં હતાં. પરંતુ આ બધી વાતો થતી હતી ત્યાં શાહ મહેમૂદે વિચારવા માટે મજબુર થવું પડ્યું હતું.
Top News
