લૂંટ માટે નવી મોડસ ઓપરેન્ડી : પુષ્કરથી આવી રહેલા 56 મુસાફરો પર 15 લૂંટારુઓ તૂટી પડ્યા...

  • લૂંટ માટે નવી મોડસ ઓપરેન્ડી : પુષ્કરથી આવી રહેલા 56 મુસાફરો પર 15 લૂંટારુઓ તૂટી પડ્યા...
    લૂંટ માટે નવી મોડસ ઓપરેન્ડી : પુષ્કરથી આવી રહેલા 56 મુસાફરો પર 15 લૂંટારુઓ તૂટી પડ્યા...

અરવલ્લી :લૂંટારુઓ સતત અપડેટ થઈને ચોરીના નવા નવા પ્લાન બનાવે છે અને જૂની સ્ટાઈલ બદલતા રહે છે. ત્યારે હવે લૂંટારુઓએ પગપાળા તેમજ બસથી પરત ફરતા યાત્રાળુઓને  લૂંટવાનું શરૂ કર્યું છે. અરવલ્લીના મોડાસાના વોટડા ટોલટેક્સ નજીક યાત્રાળુઓ સાથે લૂંટફાટ નો બનાવ બન્યો છે. પુષ્કર તરફથી પરત ફરી રહેલ 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ કરવામાં આવી છે. જેમાં 15 જેટલા શખ્સોએ યાત્રાળુઓ સાથે મારપીટ કરી તેમની પાસેની 2 લાખની મત્તાની લૂંટ ચલાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુષ્કરથી યાત્રાળુઓ ભરેલી બસ અરવલ્લીના મોડાસા પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે વોડડા ટોલટેક્સ પાસે લૂંટારુઓએ બસને આંતરી હતી. લૂંટારુઓએ બસમાં સવારે 56 જેટલા મુસાફરો સાથે લૂંટફાટ ચલાવી હતી. બસ પર 15 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. જેઓએ મુસાફરો સાથે મારપીટ કરી 2 લાખના મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ 6 લોકોને ઢોર માર માર્યો હતો. ૩ યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને ગાંધીનગરની હોસ્પિટલમાં રિફર કરાયા હતા.