માફિયા સુરતમાં 18 લાખનો ગાંજો ઘૂસાડવાની તૈયારીમાં હતા, તે પહેલા જ 2 શખ્સો પકડાયા

  • માફિયા સુરતમાં 18 લાખનો ગાંજો ઘૂસાડવાની તૈયારીમાં હતા, તે પહેલા જ 2 શખ્સો પકડાયા
    માફિયા સુરતમાં 18 લાખનો ગાંજો ઘૂસાડવાની તૈયારીમાં હતા, તે પહેલા જ 2 શખ્સો પકડાયા

સુરત  શહેરમાં ગાંજા માફિયા હવે મોટી સંખ્યાંમાં ગાંજો ઓરિસ્સાથી મોકલી રહ્યાં છે. આ માટે ટ્રાન્સપોર્ટના વિવિધ રસ્તાઓ પર હાથ અજમાવવામાં આવી રહ્યો છે. મોટાભાગે ગાંજો રેલવે દ્વારા સુરતમાં ઘૂસાડાતો હતો. પરંતુ આ વખતે તેઓએ રેલવેનો નહિ પણ, ગાંજો સપ્લાય કરવા રોડનો ઉપયોગ કર્યો હતો. રેલવે પોલીસ દ્વારા દબાણ વધતા ગાંજા માફિયાઓએ હવે રોડના માધ્યમથી સુરતમાં ગાંજો લાવવાનું શરૂ કર્યું છે. જેની બાતમી મળતા જ એસઓજી  પોલીસે બે લોકોને 300 કિલો ગાંજો સાથે ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 18.18 લાખ રૂપિયા છે.  

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને બાતમી મળી હતી કે, સુરતમાં મોટી માત્રામાં ગાંજો આવી રહ્યો છે. તેથી આ ગ્રૂપે અમરોલી માનસરોવર સર્કલ પાસે આવેલી શિરડી ધામ સોસાયટીમાં એક મકાનમાં રેડ પાડી મકાનમાંથી 300 કિલોનો ગાંજો ઝડપી પાડ્યો હતો. આ ગાંજો 18.18 લાખનો હતો. ગાંજા સાથે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.