BRICS સંમેલન: વ્લાદિમીર પુતિનને મળ્યા PM મોદી, શી જિનપિંગ સાથે કરશે મુલાકાત

  • BRICS સંમેલન: વ્લાદિમીર પુતિનને મળ્યા PM મોદી, શી જિનપિંગ સાથે કરશે મુલાકાત

બ્રાસીલિયા: બ્રાજીલમાં થઇ રહેલા બ્રિક્સ  સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અલગથી રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ. બંને નેતાઓની મુલાકાત બુધવારે બ્રાજીલની રાજધાની બ્રાસિલિયામાં થઇ હતી. વડાપ્રધાન નરેંદ્ર મોદી બુધવારે 11મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાજીલની રાજધાની પહોંચ્યા હતા. પીએમ મોદીની રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન મુલાકાત થઇ હતી. હવે પીએમ બ્રાજીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે.

તે બ્રિક્સવ્યાપાર ફોરમના સમાપન સમારોહ, સાંસ્કૃતિક પ્રસ્તુતિ કાર્યક્રમ અને બ્રાજીલના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ભોજન સમારોહમાં ભાગ લેશે. 11 બ્રિક્સ  સંમેલનનું થીમ 'નવાચાર ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ' છે. ભારત સાથે એક મોટું વેપારિક પ્રતિનિધિમંડળ પણ ત્યાં  વ્યાપાર ફોરમમાં ભાગ લેશે.