શિપિંગ સર્વિસીસ કંપની જેએમ બક્શી વિવાદમાં, ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપ

  • શિપિંગ સર્વિસીસ કંપની જેએમ બક્શી વિવાદમાં, ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપ
    શિપિંગ સર્વિસીસ કંપની જેએમ બક્શી વિવાદમાં, ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપ

મુંબઇ : આરઆટીઆઇ એક્ટિવિસ્ટ અસદ પટેલે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને શિપિંગ સર્વિસીસ ક્ષેત્રની મોટી કંપનીઓ પૈકીની એક જેએમ બક્શી એન્ડ કંપની વિરૂધ્ધ ફરિયાદ કરી છે. શિપિંગ કોર્પોરેશનના ડાયરેક્ટર ઓફ ગ્રિએવાન્સેસને 11 નવેમ્બરે કરાયેલી ફરિયાદમાં એક્ટિવિસ્ટ પટેલે શિપિંગ કોર્પોરેશનમાં પૈસાની લેતીદેતી અને વ્યવહારમાં પારદર્શિતા ન રખાતી હોવાનો આરોપ લગાવ્યો છે.  ફરિયાદ મુજબ જેએમ બક્શી કંપની છેલ્લા કેટલાય વર્ષોથી ભારતમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 20થી વધુ બંદરગાહો પર પોતાની સેવાઓ આપી રહી છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નિયમોને નેવે મુકીને વર્ષ 1961થી આ કંપનીની સેવાઓ લઇ રહી છે. વર્ષ 1999માં પણ કોર્પોરેશને કાયદેસરની પ્રક્રિયા અપનાવ્યા વિના જ આ કંપનીને પોતાના એજન્ટ તરીકે નિયુક્તિ આપી છે.