BCCI: રાહુલ દ્રવિડને રાહત, હિતોના ટકરાવ મામલામાં મળી ક્લીન ચિટ

  • BCCI: રાહુલ દ્રવિડને રાહત, હિતોના ટકરાવ મામલામાં મળી ક્લીન ચિટ
    BCCI: રાહુલ દ્રવિડને રાહત, હિતોના ટકરાવ મામલામાં મળી ક્લીન ચિટ

નવી દિલ્હીઃ નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ તથા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને હિતોના ટકરાવ મામલામાં રાહત મળી ગઈ છે. બીસીસીઆઈના એથિક્સ ઓફિસર જસ્ટિસ (નિવૃત) ડીકે જૈને  રાહુલ દ્રવિડને હિતોના ટકરાવના મામલામાં ક્લીન ચિટ આપી દીધી છે. બીસીસીઆઈ ના લોકપાસ ડીકે જૈને કહ્યું કે, તેમને પૂર્વ ભારતીય કેપ્ટન વિરુદ્ધ હિતોના ટકરાવ સાથે જોડાયેલો કોઈ મામલો જોવા મળ્યો નથી.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લોકપાલ તથા એથિક્સ ઓફિસર ડીકે જૈને કહ્યું, 'મને દ્રવિડ વિરુદ્ધ હિતોના ટકરાવ સાથે જોડાયેલો કોઈ મામલો મળ્યો નથી. તે હિતોના ટકરાવથી મુક્ત જોવા મળ્યો છે. આ સંબંધમાં બંન્ને પક્ષો (ફરિયાદી અને દ્રવિ઼ડ)ને જાણ કરી દેવામાં આવી છે. સાથે બીસીસીઆઈને પણ તેની જાણકારી આપવામાં આવે છે. આ મામલા સાથે જોડાયેલ હસ્તાક્ષરિત અંતિમ નિર્ણયનો દસ્તાવેજ આ ફરિયાદની સાથે સંલગ્ન રહેશે.'