IND vs BAN: પ્રથમ દિવસની રમત પૂરી, ભારત 86/1, પૂજારા-મયંક ક્રીઝ પર

  • IND vs BAN: પ્રથમ દિવસની રમત પૂરી, ભારત 86/1, પૂજારા-મયંક ક્રીઝ પર
    IND vs BAN: પ્રથમ દિવસની રમત પૂરી, ભારત 86/1, પૂજારા-મયંક ક્રીઝ પર

ઈન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 150 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ભારતીય ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 1 વિકેટે 86 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ (37) અને ચેતેશ્વર પૂજારા (43) રન બનાવી ક્રીઝ પર છે. ભારત બાંગ્લાદેશના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા હજુ 64 રન પાછળ છે. બાંગ્લાદેશ તરફથી અબુ જાયદે એક વિકેટ ઝડપી હતી.  ભારતની પ્રથમ ઈનિંગ
બાંગ્લાદેશની ટીમને 150 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારત તરફથી મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતા. બંન્નેએ કુલ 14 રન જોડ્યા હતા. આ વચ્ચે રોહિત શર્મા અબુ જાએદના બોલ પર વિકેટકીપરના હાથે 6 રન બનાવી કેચ આઉટ થયો હતો.  બાંગ્લાદેશ 150મા ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ તરફથી ઇમરૂલ કાયસ અને શાદમાન ઇસ્લામે ઈનિંગની શરૂઆત કરી હતી. ઇમરૂલ કાયસ 6 રન બનાવી છઠ્ઠી ઓવરમાં રહાણેના હાથે કેચઆઉટ થયો હતો. ઉમેશ યાદવે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદની ઓવરના અંતિમ બોલ પર ઇશાંત શર્માએ બીજા ઓપનિંગ બેટ્સમેન શાદમાન ઇસ્લામને 6 રન પર સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.