IND vs BAN: આર. અશ્વિનનો ધમાકો, કુંબલે અને ભજ્જીની ખાસ ક્લબમાં થયો સામેલ

  • IND vs BAN: આર. અશ્વિનનો ધમાકો, કુંબલે અને ભજ્જીની ખાસ ક્લબમાં થયો સામેલ
    IND vs BAN: આર. અશ્વિનનો ધમાકો, કુંબલે અને ભજ્જીની ખાસ ક્લબમાં થયો સામેલ

ઈન્દોરઃ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને  ગુરૂવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ દરમિયાન એક ખાસ સિદ્ધિ મેળવી છે. તેણે બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને  37 રન પર બોલ્ડ કરતા મેચમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી, જ્યારે ભારતીય મેદાન  પર આ તેની 250મી ટેસ્ટ વિકેટ હતી. આ સાથે તે અનિલ કુંબલે  અને હરભજન સિંહની  ક્લબમાં સામેલ થઈ ગયો છે.  તે ભારતમાં 250 ટેસ્ટ વિકેટ ઝડપનાર ત્રીજો બોલર બની ગયો છે. તેની પહેલા કુંબલે અને હરભજન સિંહ આ મુકામ હાસિલ કરી શક્યા હતા. ભારતમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો કુંબલે સૌથી આગળ છે. ભારતના સૌથી સફળ ટેસ્ટ બોલર કુંબલેએ ઘરેલૂ મેદાન પર 63 ટેસ્ટ મેચોમાં 350 વિકેટ ઝડપી છે. હરભજન સિંહે 55 ટેસ્ટ મેચોમાં 265 વિકેટ લીધી છે.