IPL 2020: રાજસ્થાન રોયલ્સ છોડીને કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમશે કૃષ્ણપ્પા ગૌતમ

  • IPL 2020: રાજસ્થાન રોયલ્સ છોડીને કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમશે કૃષ્ણપ્પા ગૌતમ
    IPL 2020: રાજસ્થાન રોયલ્સ છોડીને કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમશે કૃષ્ણપ્પા ગૌતમ

વી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબ એ ઓલરાઉન્ડર ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમને  પોતાની સાથે જોડવાની ગુરૂવારે જાહેરાત કરી હતી. પંજાબે આગામી સિઝન માટે ગૌતમને પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન  રોયલ્સ પાસેથી ટ્રેડ કર્યો છે.  રાજસ્થાન રોયલ્સે ગૌતમને 2018ની હરાજીમાં 6.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી. 31 વર્ષીય ગૌતમે આઈપીએલમાં 2015મા 15 અને 2019મા સાત મેચ રમી હતી.  કિંગ્સ ઇલેવન પંજાબે આ પહેલા ફાસ્ટ બોલર અંકિત રાજપૂતને ટ્રેડ કર્યો હતો. રાજપૂત હવે આઈપીએલની આગામી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે.