રાજકોટ યાર્ડમાં પલળેલી મગફળીનો પણ બોલાયો 450થી 500નો ભાવ

  • રાજકોટ યાર્ડમાં પલળેલી મગફળીનો પણ બોલાયો 450થી 500નો ભાવ
    રાજકોટ યાર્ડમાં પલળેલી મગફળીનો પણ બોલાયો 450થી 500નો ભાવ

રાજકોટ તા. 14
બે દિવસ પહેલા પડેલા કમૌસમી વરસાદથી રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં રાખેલી 22 હજાર ગુણીઓ મગફળીની પલળી ગઇ હતી જેની આજરોજ હરરાજી કરતા ખેડૂતોને નુકશાની વેઠવી પડી જેમાં મગફળીના માત્ર 450 રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો અને ખેડૂતોની મહેનત પાણીના ભાવે ગઇ હતી.
કમોસમી વરસાદના લીધે ખેડૂતોની યાર્ડમાં પડેલ મગફળી પલળી ગઇ હતી અને મોટુ નુકશાન થયુ હતુ અને ગઇકાલે થયેલી હરરાજીમાં આ પલળી ગયેલી મગફળીની ખરીદી થઇ હતી નહી જેથી ખેડૂતો મુંઝવણમાં મુકાઇ ગયા હતા અને મગફળી ભીંજાઇ ગયેલી હોય તેની સુકાવવાની તાતી જરૂરીયાત હોય કોઇ લેવાઇ મળ્યો હતો નહીં.
આજના દિવસે પલળેલી મગફળીની હરરાજી કરવામાં આવી હતી અને પરંતુ પુરતા ભાવ મળ્યા હતા નહી જેને સાવ તળિયાના ભાવે મગફળી વેચાઇ હતી આ પલળેલી મગફળીના ખેડૂતોને માંડ માંડ 450 થી 850 સુધી મળ્યા હતા તેના માટે પણ સવારે વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખરીદીનો પ્રારંભ થયો હતો જેમાં નીચા ભાવ આપના ખેડૂતોએ નિરાશ થઇ અને મને ક મને મગફળી વેચી હતી તો નીચા ભાવ હોવા છતા વેપારીઓએ પણ ધરાર મગફળી ખરીદી હતી.
આકરી મહેનત કરી ખેતરમાંથી યાર્ડમાં પહોંચાડેલી તૈયાર મગફળી વરસાદમાં પલળી જતા અને મહેનત પ્રમાણે ખેડૂતોને પૂર્ણ ભાવ નહીં મળતા પડયા ઉપર માર પડયું હતુ અને નીચા ભાવથી આર્થિક નુકશાની પણ વેઠવી પડી રહી હોવાની વ્યથા ખેડૂતોએ ઠાલવી હતી.