Royal Enfield લાવ્યું સિંગલ સીટ વાળી Classic 350, જાણો વિગત

  • Royal Enfield લાવ્યું સિંગલ સીટ વાળી Classic 350, જાણો વિગત
    Royal Enfield લાવ્યું સિંગલ સીટ વાળી Classic 350, જાણો વિગત

વી દિલ્હીઃ  કસ્ટમાઇઝેશન ઇનેશિટિવની શરૂઆત કરી છે. આ હેઠળ ગ્રાહકોને પોતાની પસંદ અનુસાર રોયલ એનફીલ્ડની બાઇકમાં ફેરફારનો વિકલ્પ મળશે. આ ખાસ સ્કીમ હેઠળ કંપનીએ પ્રથમ બાઇક સિંગલ સીટ વાળી  Classic 350 લોન્ચ કરી છે. તેની એક્સ શો રૂમ કિંમત 1.46 લાખ રૂપિયા છે. ફેક્ટરી ફિટેડ સિંગલ સીટ વાળી આ ક્લાસિક 350 હાલમાં લોન્ચ થયેલી સિંગલ સીટર બોબર બાઇક જાવા પેકરનેટ ટક્કર આપશે.  રોયલ એનફીલ્ડની આ ખાસ સ્કીમ હેઠળ ક્લાસિક 350ના નવા ગ્રાહકોને સિંગલ સીટ સિવાય ઘણા અન્ય ફેક્ટરી ફિટેડ એક્સેસરીનો વિકલ્પ મળશે. તેમાં ARAI સર્ટિફાઇડ અલોય વીલ્જ, વિભિન્ન સીટ ડિઝાઇન અને લેધર ઓપ્શન, ફ્યૂલ ટેન્ક ડેકલ્સ કે સ્ટિકર અને રિયર લગેજ રેક વગેરે સામેલ છે.  ફેક્ટરી ફિટેડ અક્સસરી સરકાર અને આરટીઓના માપદંડો અનુસાર છે અને 2 વર્ષની વોરંટીની સાથે આવે છે. સિંગલ સીટ વાળી ક્લાસિક 350 બે કલર (બ્લેક અને મર્કરી સિલ્વર
અને સિંગલ ચેનલ એબીએસની સાથે ઉપલબ્ધ છે.