ટિકટોકને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, હવે તોડવા માટે જુકરબર્ગે બનાવ્યું ગુપ્ત એકાઉન્ટ

  • ટિકટોકને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, હવે તોડવા માટે જુકરબર્ગે બનાવ્યું ગુપ્ત એકાઉન્ટ
    ટિકટોકને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, હવે તોડવા માટે જુકરબર્ગે બનાવ્યું ગુપ્ત એકાઉન્ટ

ટિકટોક  મોડલને તોડવા માટે કદાચ ફેસબુકના સહ સંસ્થાપક અને સીઇઓ માર્ક જુકરબર્ગનો ચીની શોર્ટ વીડીયો શેયરિંગ એપ ટિકટોક પર એક ગુપ્ત એકાઉન્ટ છે, જેના લીધે અમેરિકાથી માંડીને ભારત સુધી સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપની ફેસબુક માટે આ માથાનો દુખાવો બની ગયું છે. બઝ ફિડ ન્યૂઝના અનુસાર એકાઉન્ટ હજુ સુધી વેરિયાઇ થયું નથી, પરંતુ 'એટ ધ રેટ ફિંક્ડ' હેન્ડલનો ઉપયોગ કરનાર આ એકાઉન્ટ જુકરબર્ગના બાકી સોશિયલ મીડિયાના એકાઉન્ટ ટ્વિટરની માફક છે. એકપણ પોસ્ટ કર્યા વિના એકાઉન્ટના 4,055 ફોલોવર્સ છે. એકાઉન્ટ હાલમાં એરિયાના ગ્રાંડે અને સેલેના ગોમેઝ જેવી 61 હસ્તીઓને ફોલો કરે છે, પરંતુ ફોલો કરવાના મામલે મોટાભાગના સુપરસ્ટાર જેમ કે લોરેન ગ્રે અને જૈકબ સાટરેરિયસ સામેલ છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે 2016માં જુકરબર્ગે કેલિફોર્નિયામાં ફેસબુકે મેનલો પાર્ક મુખ્યાલયમાં મ્યૂઝિકલીના કોફાઉન્ડર એલેક્સ ખૂને આમંત્રિત કર્યા હતા, પરંતુ વાતચીત સફળ રહી ન હતી.