નંબર-1 ખેલાડીના રૂપમમાં સિઝનનો અંત કરશે રાફેલ નડાલ

  • નંબર-1 ખેલાડીના રૂપમમાં સિઝનનો અંત કરશે રાફેલ નડાલ
    નંબર-1 ખેલાડીના રૂપમમાં સિઝનનો અંત કરશે રાફેલ નડાલ

લંડનઃ સ્પેનના દિગ્ગજ રાફેલ નડાલ ભલે પોતાનું પ્રથમ એટીપી ફાઇનલ્સનું  ટાઇટલ ન જીતી શક્યો હોય પરંતુ તે વર્ષના અંતમાં વિશ્વનો નંબર-1  ખેલાડી બન્યો રહેશે. ઈજા બાદ લંડન આવનાર સ્પેનિશ ખેલાડીની શરૂઆત સારી ન રહીં હતી અને તેને રાઉન્ડ રોબિન  આધાર પર રમાનારી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એલેક્સાંદ્ર જ્વેરેવ સામે સીધા સેટમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.  નડાલે ત્યારબાદ ડેનિલ મેદવેદેવ અને સ્ટેફનોસ સિટસિપાસને હરાવ્યો પરંતુ આ તેના સેમિફાઇનલમાં પહોંચવા માટે પર્યાપ્ત નહતું. બીજા ગ્રુપમાં નોવાક જોકોવિચ પણ સેમિફાઇનલમાં ન પહોંચી શક્યો જેથી નડાલ નંબર-1 પર રહેશે તે નક્કી થઈ ગયું હતું.  આ પાંચમી વખત હશે જ્યારે નડાલ વર્ષના અંતમાં નંબર બન  બન્યો રહેશે. આ રીતે તે રોજર ફેડરર અને નોવાક જોકોવિચની બરોબરી કરી લેશે.