કોહલી બોલ્યો- કોઈપણ પિચ પર, કોઈપણ ટીમને અમારા ફાસ્ટ બોલર કરી શકે છે ધ્વસ્ત

  • કોહલી બોલ્યો- કોઈપણ પિચ પર, કોઈપણ ટીમને અમારા ફાસ્ટ બોલર કરી શકે છે ધ્વસ્ત
    કોહલી બોલ્યો- કોઈપણ પિચ પર, કોઈપણ ટીમને અમારા ફાસ્ટ બોલર કરી શકે છે ધ્વસ્ત

ન્દોરઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ  બાંગ્લાદેશ વિરુદ્ધ  ત્રણ દિવસની અંદર ઈનિંગના અંતરથી ટેસ્ટ મેચ જીત્યા બાદ કહ્યું કે, અમારી પાસે ફાસ્ટ બોલરોનું 'ડ્રિમ સંયોજન' છે, જે કોઈપણ પિચ પર અને કોઈપણ ટીમની બેટિંગને ધ્વસ્ત કરી શકે છે. મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોના દબદબાનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે ઈશાંત શર્મા , ઉમેશ યાદવ  અને મોહમ્મદ શમીની  ત્રિપુટીએ બાંગ્લાદેશની 14 વિકેટ ઝડપી, જ્યારે સ્પિનર અશ્વિન અને જાડેજાએ મળીને પાંચ વિકેટ ઝડપી હતી.  ભારતીય ફાસ્ટ બોલરો વિશે કોહલીએ કહ્યું કે, ટીમ પોતાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિના પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે, જે આ સમયે ઈજાગ્રસ્ત છે. મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહમાં કોહલીએ કર્યું, 'આ ખેલાડી (ફાસ્ટ બોલર) શાનદાર લયમાં છે. જ્યારે તે બોલિંગ કરે છે તો લાગે છે કે દરેક પિચ સારી પિચ છે. જસપ્રીત અત્યારે ટીમમાં નથી જ્યારે તે વાપસી કરશે ત્યારે વિરોધી ટીમ માટે વધુ મુશ્કેલી થશે.'