વધુ એક સ્ટારપુત્રી થનગની રહી છે હિરોઇન બનવા, મમ્મી હતી ટોચની હિરોઇન

  • વધુ એક સ્ટારપુત્રી થનગની રહી છે હિરોઇન બનવા, મમ્મી હતી ટોચની હિરોઇન
    વધુ એક સ્ટારપુત્રી થનગની રહી છે હિરોઇન બનવા, મમ્મી હતી ટોચની હિરોઇન

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા આજકાલ ભારે ચર્ચામાં છે. હાલમાં બોલિવૂડમાં સારા અલી ખાન, આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, અનન્યા પાંડે અને કરણ દેઓલ જેવા સ્ટારકિડનો દબદબો છે ત્યારે જુહી ઇચ્છે છે કે તેની દીકરી જાન્હવી એક્ટિંગના ફિલ્ડમાં કરિયર બનાવે. ચર્ચા છે કે શ્રીદેવીની નાની દીકરી ખુશી તેમજ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ બહુ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી લેવાની છે. આ સંજોગોમાં પોતાની લાગણીને વાચા આપતા જુહીએ જણાવ્યું છે કે તે દિલથી ઇચ્છે છે કે તેની દીકરી પણ હિરોઇન બને. જુહીએ પોતાના બાળકો વિશે માહિતી આપતા કહ્યું છે કે હાલમાં તેના બાળકો અભ્યાસ કરી રહ્યા છે પણ તેની દીકરીને ફિલ્મોમાં રસ છે. જુહીની દીકરીએ અભ્યાસમાં એક વિષય તરીકે સિનેમા રાખ્યો છે. જુહીએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે તે કોઈ દબાણ કરવા નથી ઇચ્છતી પણ તેની દીકરી એક્ટિંગ કરશે તો તેને આનંદ થશે.  જુહીએ જણાવ્યું છે કે આજે પણ હજારો લોકો તેને તેની એક્ટિંગને કારણે જ પ્રેમ કરે છે અને આ પ્રેમને કારણે જ તે સફળતાના શિખર સર કરી શકી છે. જુહી દિલથી ઇચ્છે છે કે તેની દીકરી પણ કરિયર તરીકે એક્ટિંગની પસંદગી કરે.