IPL 2020: આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને કર્યાં રિલીઝ, હરાજી માટે પંજાબ પાસે સૌથી વધુ બજેટ

  • IPL 2020: આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને કર્યાં રિલીઝ, હરાજી માટે પંજાબ પાસે સૌથી વધુ બજેટ
    IPL 2020: આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને કર્યાં રિલીઝ, હરાજી માટે પંજાબ પાસે સૌથી વધુ બજેટ

નવી દિલ્હીઃ આગામી મહિને યોજાનારી આઈપીએલની હરાજી (IPL Auction) પહેલા ક્રિસ લિન, ડેવિડ મિલર, જયદેવ ઉનડકટ અને ક્રિસ મોરિસ તે 71 ખેલાડીઓમાં સામેલ છે, જેને તેની સંબંધિત ફ્રેન્ચાઇઝીએ રિલીઝ કરી દીધા છે. ખેલાડીઓને રિલીઝ કરવા,  ટ્રેડિંગ અને જાળવી રાખવા માટે શુક્રવારે અંતિમ દિવસ હતો. કુલ 127 ખેલાડીઓને ટીમોએ પોતાની પાસે રાખ્યા છે, જેમાં 35 વિદેશી ક્રિકેટર પણ સામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પાસે 19 ડિસેમ્બરે યોજાનારી હરાજીમાં 42.70 કરોડ રૂપિયાની રકમ હશે જે તમામ આઠ ટીમોમાં સૌથી વધુ છે.  બીસીસીઆઈના નિવેદન અનુસાર, 'કિંગ્સ ઇલેવન પંજાબ પાસે હરાજી માટે સૌથી વધુ 'સેલેરી કેપ' ઉપલબ્ધ છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પાસે સૌથી વધુ ખેલાડીઓની જગ્યા (12) ઉપલબ્ધ છે (જેમાં છ વિદેશી ખેલાડીઓની જગ્યા સામેલ છે.). અંતિમ સમય સીમા બાદ ચેન્નઈ સુપર કિંગ્સની પાસે સૌથી મોટી ટીમ (20 ખેલાડી) છે.'