11 લાખનું દહેજ પાછું આપવા વરરાજાએ હાથ જોડ્યા, શુકનમાં લીધા 11 રૂપિયા

  • 11 લાખનું દહેજ પાછું આપવા વરરાજાએ હાથ જોડ્યા, શુકનમાં લીધા 11 રૂપિયા
    11 લાખનું દહેજ પાછું આપવા વરરાજાએ હાથ જોડ્યા, શુકનમાં લીધા 11 રૂપિયા

આશુતોષ શર્મા, જયપુર: રાજસ્થાનમાં એક વરરાજાએ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ વખતે સામાજિક કુરિવાજ દહેજ વિરૂદ્ધ આ જંગ CISF કોન્સ્ટેબલ વરરાજાએ રાજસ્થાનના આ વરરાજાએ 11 લાખ રૂપિયાના દજેહથી ભરેલો થાળ પરત કરી દીધો. વરરાજાએ શુકન તરીકે ફક્ત 11 રૂપિયા લઇને લગ્ન કર્યા. 

CISF માં કોન્સ્ટેબલ પદ પર છત્તીસગઢમાં તૈનાત જિતેંદ્વ સિંહ જાન લઇને જયપુરના આંબાવાડી પહોંચ્યા હતા. અહીંયા જિતેન્દ્વના લગ્ન ગોવિંદ સિંહ શેખાવતની પુત્રી ચંચળ સાથે થવાના હતા. લગનમાં તે સમય બધુ સામાન્ય હતું, જ્યાં સુધી કન્યા પક્ષ દહેજના રૂપે 11 લાખ અરૂપિયાથી ભરેલો થાળ વરરાજા જિતેન્દ્વના હાથમાં પકડાવ્યો ન હતો.