આજે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા, 3171 કેન્દ્રો પર 11 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ

  • આજે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા, 3171 કેન્દ્રો પર 11 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ
    આજે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા, 3171 કેન્દ્રો પર 11 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ

રાજ્યભરમાં આવતી કાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા  બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાનાર છે. ક્લાર્ક - ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ - 3 સંવર્ગ ના 3700 થી વધુ પદો માટે પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 11 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષા આવતી કાલે રવિવારે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમયમાં લેવાશે. અત્રે જણાવવાનું કે આ પરીક્ષા અગાઉ 20 ઓક્ટોબરના રોજ યોજાવવાની હતી પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ 17 નવેમ્બરના રોજ જાહેર કરાઈ હતી.        ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે. આ પરીક્ષા માટે ધોરણ - 12 પાસ અને ગ્રેજ્યુએટ યુવાનોએ મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. રાજ્યભરના 3171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. અમદાવાદના 515 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની છે. સૌથી વધુ અમદાવાદમાંથી 1.62 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એક મિનિટ પણ મોડા આવનાર ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશ નહીં આપવામાં આવે.પરીક્ષાખંડમાં સુપરવાઈઝરને પણ મોબાઈલ સાથે ન રાખવા આદેશ કરાયો છે.