ગુજરાતનાં એક પણ શહેરનું પાણી પીવા લાયક નહી, ટોપ-20માં માત્ર ગાંધીનગર

  • ગુજરાતનાં એક પણ શહેરનું પાણી પીવા લાયક નહી, ટોપ-20માં માત્ર ગાંધીનગર
    ગુજરાતનાં એક પણ શહેરનું પાણી પીવા લાયક નહી, ટોપ-20માં માત્ર ગાંધીનગર

 દિલ્હીની હવા જ નહી પરંતુ પાણી પણ એટલું જ ખરાબ છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશનાં 21 શહેરોનાં પાણીના નમુનાની તપાસ કરી હતી. જેનું પરિણામમાં મુંબઇનું પાણી સર્વોત્તમ છે તો દિલ્હીનું પાણી સૌથી રાબ. કેન્દ્રીય ગ્રાહક મુદ્દાના કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને આજે પાણીની ગુણવત્તાના આધારે દેશનાં 21 શહેરોની યાદી જાહેર કરી છે. 

રેંકિંગમાં કયા શહેરો આ યાદીમાં ટોપ પાંચ શહેર તરીકે ક્રમશ મુંબઇ, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી અને રાયપુર ઉભર્યા છે. જ્યારે બાકી શહેરોમાં ક્રમશ અમરાવતી, શિમલા, ચંડીગઢ, ત્રિવેન્દ્રમ, પટના, ભોપાલ, ગુવાહાટી, બેંગ્લુરૂ, ગાંધીનગર, લખનઉ, જમ્મુ, જયપુર, દેહરાદુન, ચેન્નાઇ, કોલકાતા, દિલ્હીનું સ્થાન આવે છે.