બદલીથી નાખુશ PSI પોલીસ સ્ટેશન જવા દોડતા નિકળ્યા, રસ્તામાં થઇ ગયા બેહોશ અને...

  • બદલીથી નાખુશ PSI પોલીસ સ્ટેશન જવા દોડતા નિકળ્યા, રસ્તામાં થઇ ગયા બેહોશ અને...
    બદલીથી નાખુશ PSI પોલીસ સ્ટેશન જવા દોડતા નિકળ્યા, રસ્તામાં થઇ ગયા બેહોશ અને...

ઇટાવા : ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લામાં ટ્રાન્સફર મુદ્દે બળવો કરનારા પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ લાઇનમાં ફરજ પર રહેલા ઇન્સપેક્ટર વિજય પ્રતાપની બિઠોલી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. આ આદેશની વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવા માટે પ્રતાપે પોલીસ લાઇનથી બિઠોલી સ્ટેશન સુધી દોડતા જવાનો નિર્ણય લીધો હતો. બિઠોલીથી પોલીસ લાઇનનું અંતર 65 કિલોમીટર થાય છે. જો કે પ્રતાપ 65 કિલોમીટર દોડીને પહોંચે તે પહેલા અધવચ્ચે જ તેઓ બેહોશ થઇને ઢળી પડ્યા હતા. ત્યાર બાદ ઉતાવળમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ હવે પોલીસ મહેકમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેમને સસ્પેંડ કરી દીધા છે.