સૌરાષ્ટ્રમાં રાફેલ અંગે વિરોધાત્મક ધરણા યોજાયાં

  • સૌરાષ્ટ્રમાં રાફેલ અંગે વિરોધાત્મક ધરણા યોજાયાં
    સૌરાષ્ટ્રમાં રાફેલ અંગે વિરોધાત્મક ધરણા યોજાયાં

રાજકોટ તા. 16
ગોંડલ
રાફેલ અંગે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાર્વજનિક માફી માંગે તે માટે જિલ્લા ભાજપ દ્વારા તમામ જિલ્લામાં ધરણા કરવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટ દ્વારા તા.14 નવેમ્બરના રોજ ’રાફેલ વિમાન’ બાબતે કોંગ્રેસે કરેલ અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી કાઢી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ક્લીનચિટ આપી હતી હવે જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાફેલ મામલે એકવાર ફરી ’દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ ગયું છે. અને સોદા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય સાબિત થયેલ છે ત્યારે ભાજપના દરેક કાર્યકર્તાઓની માંગ છે કે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધીએ સાર્વજનીક રીતે જાહેરમાં દેશ અને જનતાની માફી મંગાવી જોઈએ
જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ માંડવી ચોક ખાતે રાફેલ અંગે વિરોધાત્મક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને રામ ધૂન બોલાવામાં આવી હતી આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ડો ભરત બોધરા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરિક બેન્ક ચેરમેન જેન્તીભાઈ ઢોલ, ભાનુભાઈ મહેતા અને રાજકોટ જિલ્લા ના તાલુકા ના તમામ શ્રેણીના હોદેદારો, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર
રાફેલના મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માડી માંગે તેવી માંગણી સાથે ભાવનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાધાણી, પ્રદેશ પ્રવકતા ભરત પંડયા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, શહેર પ્રમુખ સનત મોદી સહિતનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઘોઘ ગેઇટ ખાતે ધરણાને કાર્યક્રમ યોજાયો હતો.
અમરેલી
કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારના રાફેલ વિમાન ખરીદી અંગે સુપ્રિમ કોર્ટમાં કરાવામાં આવેલ પૂન: વિચાર અંગેની વિવિધ અરજીઓ ફગાવી દેવમાં આવેલ હતી. કોંગ્રેસ દ્વારા જુઠા અને મનઘણી આક્ષેપો કરવામાં આવેલ હતી. લોકસભાની ચૂંટણીમાં પણ પ્રચારમાં આક્ષેપો કરવામાં આવેલ હતી. જે તમામ આક્ષેપોને પાયા વિહોણી હોવાનું ફલિત થતાં આજે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા અમરેલીમાં ડો. જીવરાજ મહેતા ચોકમાં વિરોધાત્મક ધરણા કરવામાં આવેલ હતા, અને કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધીએ કરેલ સાર્જજનિક આક્ષેપોની સાર્વજનિક માફી માંગવાની માંગણી ઉચ્ચારેલ હતી.
જૂનાગઢ
જુનાગઢ શહેરમાં આજે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આઝાદ ચોક ખાતે સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ મુદ્દાની કોંગ્રેસે કરેલ અરજીને ફગાવી દેવામાં આવેલ જેથી રાહુલ ગાંધી દ્વારા રાફેલ મુદ્દે વિરોધમાં ટિપ્પણી કરવામાં આવેલ હતી તેના વિરોધ માં જુનાગઢ શહેર ભાજપ દ્વારા વિરોધાત્મક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જુનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, શહેર ભાજપ પ્રમુખ, કોર્પોરેટર લાલિતભાઈ સુવાગિયા, હરેશભાઇ પરસાના, આદ્યશક્તિબેન મજમુદાર સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં, અને યોજાયેલાં વિરોધાત્મક ધરણાંમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
મોરબી
ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા દ્વારા આજે તા.16 નવેમ્બરના રોજ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સાંસદ મોહનભાઇ કુંડારિયાના કાર્યલય ખાતે ઘરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવી સાથે મળીને ધરણા પ્રદર્શન કર્યું હતું. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઇ કંજારીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, જીલ્લા મહામંત્રીઓ જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઇ પારેખ, ઘનશ્યામભાઈ ગોહિલ સહિત અન્ય આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા.