રાજકોટમાં ગણતંત્ર દિવસની રાજય કક્ષાની ઉજવણીની તૈયારીમાં લાગી જતુ વહીવટી તંત્ર

  • રાજકોટમાં ગણતંત્ર દિવસની રાજય કક્ષાની ઉજવણીની તૈયારીમાં લાગી જતુ વહીવટી તંત્ર
    રાજકોટમાં ગણતંત્ર દિવસની રાજય કક્ષાની ઉજવણીની તૈયારીમાં લાગી જતુ વહીવટી તંત્ર

રાજકોટ તા. 16
રાજકોટમાં રાજયકક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી માટે જિલ્લા કલેકટર દ્વારા બેકડ્રોપની ડિઝાઇન ફાયનલ કરવામાં આવીછ છે ઉજવણીમાં કોઇ કચાસ ન રહે તે માટે અત્યારથી જ વિવિધ સરકારી કચેરીઓની જવાબદારી ફિકસ કરવામાં આવી છે ઉપરાંત રિહર્સલ અને પોલીસ બંદોબસ્ત સ્કીમ પણ તૈયાર કરવાની સુચના અપાઇ છે ઉજવણીના પગલે તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.
વર્ષ 2020ના રાજય કક્ષાના પ્રજાસતાક દિવસની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવશે રાજય કક્ષાના પ્રજાસતાક દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવા માટે તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને વિવિધ 16 સમિતિઓની રચના કરી છે.
સમિતિઓની ઉજવણીની તૈયારીઓ કરવાથી માંડી ઉજવણી સુચારું રીતે થાય ત્યાં સુધીની જવાબદારી સોંપવામાં આવી છે. આ તૈયારીમાં સૌથી પહેલા કાર્યક્રમને અનુરુપ સ્થળ અને સ્ટેજ વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા કેવી હશે તે નકકી કરવામાં આવશે. આ સહિતના તમામ કામ મુખ્ય સંકલન સમિતિ કરશે. આ સમિતિ અન્ય સમિતિના કામોની દેખરેખ પણ રાખશે.
26 જાન્યુઆરીના દિવશે યોજનાર રાજય કક્ષાના કાર્યક્રમની વિવિધ તૈયારીઓ માટે એટ હોમ કાર્યક્રમ સમિતિ, પરેડ સલામતી સમિતિ, વાહન સંપાદન અને પાર્કીંગ સહીતની સમિતીની રચના કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. શહેરમાં કેટલીક જગ્યાએ હાલના રોડ રસ્તાના કામના કારણે વાહન ચાલકોને સમસ્યા થાય છે તેવામાં પ્રજાસતાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ટ્રાફિકના કારણે અવ્યવસ્થા અને પાર્કીંગની પુરતી વ્યવસ્થા હોય તે માટે ટ્રાફિક નિયમન સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે.
આ સમિતીને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે બહારથી આવતા ગૃપ માટે પણ વાહન વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કામ માટે તંત્ર કેટલાક ખાનગી વાહનો પણ રિકવીછઝેટ કરશે.
પ્રજાસતાક દિવસની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ શહેરમાં થવાની હોવાથી મહેમાનો માટે આમંત્રણ પત્રિકા તૈયાર કરવા અને તેમના સ્વાગત સત્કાર પર ખાસ ધ્યાન આપવામાં આવશે. તંત્ર દ્વારા અધિકારીઓને ખાસ સુચના તંત્ર દ્વારા અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી છે કે મહાનુભાવોને આમંત્રણ મોકલ્યા બાદ તેમને આમંત્રણ મળ્યું કે નહી તે પણ નકકી કરવું પુર્વ તૈયારીના ભાગરૂપે તાલુકા કક્ષાએ ઇવેન્ટનું આયોજન કરવુ અને તેમાં ભાગ લેનારના નામ શોર્ટલિસ્ટ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે.
26 જાન્યુઆરી અગાઉ શહેરમાં ઐતિહાસિક ઇમારતો તેમજ બિલ્ડીંગને રોશની, ડેકોરેશન કરવામાં આવશે સુશોભનના કામ માટે ટૂંક સમયમાં જ ટેન્ડર પણ પ્રસિધ્ધ કરવામાં આવશે. કલેકટરે વિવિધ સમિતિના અધિકારીઓ સાથે બેઠક યોજી ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત થઇ ગયા છે.
આ સાથે જ સૌથી પહેલા જાહેર રસ્તાઓ પરના કચરાના ઢગલા સાફ કરાવવા પણ તાકીદ કરવામાં આવી છે.