ગોંડલ યાર્ડમાં ડુંગળીની 16500 મણ મગફળીની 7પ હજાર મણની આવક થઇ

  • ગોંડલ યાર્ડમાં ડુંગળીની 16500 મણ મગફળીની 7પ હજાર મણની આવક થઇ
    ગોંડલ યાર્ડમાં ડુંગળીની 16500 મણ મગફળીની 7પ હજાર મણની આવક થઇ

ગોંડલ તા.16
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા, વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડમાં ડુંગળીની 165000 મણની આવક થયેલ હતી. 20 કિલોના 600 થી 800 ભાવ રહેલ છે. 94000 મણનું વેચાણ થયુેલ છે. 70000 મણ પડતર રહેલ છે. મગફળીની આશરે 75000 ગુણીની આવક થયેલ છે. રોજની રપ થી 30 હજાર ગુણીનું વેચાણ થાય છે. જીણી મગફળીના ર0 કિલોના ભાવ 900 થી 1026 અને જાડી મગફળીના ર0 કિલોના 700 થી 940 છે. દૈનિક મગફળીની આવકમાં વધારો થતો જાય છે. માલના ભરાવાના પગલે મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે.