સંજય રાઉત તાબડતોબ શરદ પવારને મળવા દોડ્યા, કહ્યું-'સરકાર બનાવવાની જવાબદારી અમારી નથી'

  • સંજય રાઉત તાબડતોબ શરદ પવારને મળવા દોડ્યા, કહ્યું-'સરકાર બનાવવાની જવાબદારી અમારી નથી'
    સંજય રાઉત તાબડતોબ શરદ પવારને મળવા દોડ્યા, કહ્યું-'સરકાર બનાવવાની જવાબદારી અમારી નથી'

નવી દિલ્હી: મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા હવે દિલ્હી પહોંચી ગયો છે. પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તરત શિવસેના સાંસદ સંજય રાઉત પણ એનસીપી પ્રમુખને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. શરદ પવાર સાથે મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું કે સરકાર બનાવવાની જવાબદારી તેમની નથી, જે લોકો પાસે આ જવાબદારી છે તેઓ તો દૂર ભાગી રહ્યા છે. રાઉતે એમ પણ કહ્યું કે તેમને પૂરેપૂરો ભરોસો છે કે બહુ જલદી મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે.  સોનિયા ગાંધી સાથે સરકાર બનાવવા અંગે કોઈ વાત થઈ નથી- પવાર સંજય રાઉત સાથે મુલાકાત થઈ તે અગાઉ એનસીપી પ્રમુખ શરદ પવારે નિવેદન આપતા કહ્યું હતું કે તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે સોનિયા ગાંધીને મહારાષ્ટ્રના રાજકીય હાલાત અને વિસ્તૃત જણાવ્યું. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં સરકાર  બનાવવાને લઈને કોઈ વાતચીત થઈ નથી. પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ભાજપ સાથે છે કે પછી શિવસેના સાથે સરકાર બનાવશે? તો તેના પર પવારે કહ્યું કે તેઓ બધાની સાથે છે. પવારના આ નિવેદન બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.