વડોદરામાં ડેંગ્યુનો કાળોકેર:3 દિવસમાં 4 લોકોનાં મોત છતા તંત્રના ઢાક પીછોડા

  • વડોદરામાં ડેંગ્યુનો કાળોકેર:3 દિવસમાં 4 લોકોનાં મોત છતા તંત્રના ઢાક પીછોડા
    વડોદરામાં ડેંગ્યુનો કાળોકેર:3 દિવસમાં 4 લોકોનાં મોત છતા તંત્રના ઢાક પીછોડા

વડોદરામાં ડેન્ગયુએ માથુ ઉંચકયુ છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર લોકોના ડેન્ગયુના કારણે શંકાસ્પદ મોત નિપજતાં હડકંપ મચી જવા પામ્યો છે. ડેન્ગયુના વધતા વાવરને પગલે વિપક્ષે વડોદરાને ડેન્ગયુગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે. વડોદરામાં છેલ્લા 72 કલાકમાં ડેન્ગયુના કારણે બે યુવાનો, એક વૃદ્ધ અને એક મહિલાનું મોત નિપજયું છે. જેના કારણે આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલ ઉઠયા છે. સૌપ્રથમ વડોદરામાં ગોત્રીમાં રહેતા 31 વર્ષના કૌશલ પટેલનું મોત નિપજયું. 

 

ત્યારબાદ તરસાલીના 24 વર્ષના કૌશલ સેવકનું મોત નિપજયું, ત્યારબાદ પશ્ચિમ વિસ્તારમાં જ રહેતા વૃદ્ધ રમેશ સોલંકીનું ડેન્ગયુથી મોત નિપજયું. જયારે તરસાલીમાં રહેતા શોભા પરમાર નામની મહિલાનું પણ ડેન્ગયુથી મોત નીપજયું. સમગ્ર મામલે વિપક્ષના કોર્પોરેટરોઓ પાલિકાની સભામાં ભારે હોબાળો કર્યો અને વડોદરાને ડેન્ગયુગ્રસ્ત જાહેર કરી ડેન્ગયુના કારણે થતાં મોતના આંકડા જાહેર કરવા માંગ કરી છે.