થઈ જાવ તૈયાર! આવતા મહિનાથી તમામ કંપનીઓ કરશે ડેટા અને કોલિંગ મોંઘા

  • થઈ જાવ તૈયાર! આવતા મહિનાથી તમામ કંપનીઓ કરશે ડેટા અને કોલિંગ મોંઘા
    થઈ જાવ તૈયાર! આવતા મહિનાથી તમામ કંપનીઓ કરશે ડેટા અને કોલિંગ મોંઘા

નવી દિલ્હીઃ ભારતમાં હાલ બીજા દેશોના મુકાબલે સસ્તો ડેટા છે. Reliance Jio આવ્યા બાદ ડેટા રેટમાં ઝડપથી ઘટાડો થયો અને હવે ડેટા ખુબ સસ્તો થઈ ગયો છે. પરંતુ રિલાયન્સ જીયોના ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ માત્ર ડેટા અને કોલિંગ સસ્તા થયા, તેવું નથી પરંતુ બીજી ટેલિકોમ કંપનીઓનો ખરાબ સમય પણ શરૂ થઈ ગયો છે.  એયરસેલ, ટેલીનોર, આર કોમ જેવી કંપનીઓ સમાપ્ત થઈ ગઈ, જ્યારે આઈડિયા અને વોડાફોનનું મર્જર થઈ ગયું છે. હવે તે સમાચાર આવી રહ્યાં છે કે વોડાફોન ભારતમાથી પોતાનો બિઝનેસ સમેટી શકે છે. એરટેલના ગ્રાહકોમાં પણ ઘટાડો થયો છે. પરંતુ હવે સસ્તો ડેટા મોંઘો થવાનો છે.  એરટેલ, વોડાફોન અને રિલાયન્સ જીયો- આ ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બરથી પોતાના તમામ ટેરિફ વધારવાની જાહેરાત કરી દીધી છે. તેમાં પ્રીપેડ અને પોસ્ટપેડ સામેલ હશે. હજુ સુધી કંપનીએ નવા પ્લાન્સની જાહેરાત કરી નથી.