ચેતવણી: PayTM એ જાહેર કરી KYC વોર્નિંગ, ધ્યાન ન રાખ્યું તો લાગી જશે ચૂનો

  • ચેતવણી: PayTM એ જાહેર કરી KYC વોર્નિંગ, ધ્યાન ન રાખ્યું તો લાગી જશે ચૂનો
    ચેતવણી: PayTM એ જાહેર કરી KYC વોર્નિંગ, ધ્યાન ન રાખ્યું તો લાગી જશે ચૂનો

નવી દિલ્હી: ઇન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાઇબર ફ્રોડને લઇને કંપનીઓ સમયાંતરે પોતાના ગ્રાહકોને આગાહ કરી રહી છે. આ કડીમાં મોબાઇલ પેમેન્ટ કંપની પેટીએમ એ એક વોર્નિંગ જાહેર કરી પોતાના યૂઝર્સને સર્તક રહેવા માટે કહ્યું છે. સર્તકતા ન વર્તવામાં આવી તો યૂઝરને મોટો ચૂનો લાગી શકે છે.

પેટીએમના માલિક વિજય શેખર એ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી કહ્યું છે કે KYC અને એકાઉન્ટ બ્લોકને લઇને આગામી ફ્રોડ મેસેજીસ અને કોલ્સથી સતર્ક રહો. આ ફ્રોડ મેસેજીસ દ્વારા KYC અપડેટ કરવાનો હવાલો આપતાં યૂઝરના ફોનમાં એપ ડાઉનલોડ કરાવી રહ્યા છે. એવામાં કોમ્યુનિકેશનથી સાવધાન રહો.