વધુ રડાવશે ડુંગળી! નાસિકની આ મંડીમાં 6 હજાર સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ

  • વધુ રડાવશે ડુંગળી! નાસિકની આ મંડીમાં 6 હજાર સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ
    વધુ રડાવશે ડુંગળી! નાસિકની આ મંડીમાં 6 હજાર સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ

નાસિક: દેશની સૌથી મોટી મંડી નાસિક જિલ્લાના લાસલગાવ આજે ડુંગળીના ભાવ ક્વિંટલ માટે 6 હજાર રૂપિયા સુધી પહોંચ્યા ગયા. રબીની ડુંગળીની સ્ટોરેજ ખતમ થઇ રહી છે. રબી ડુંગળીની આવક મંડીઓમાં ઘટી રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદે લાલ ડુંગળીને મોટું નુકસાન થયું છે જેથી દેસી ડુંગળીની આવક મંડીમાં ઓછી થઇ રહી છે. જેના લીધે મંડીમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે. રબીની ડુંગળીના ભાવ પ્રતિ ક્વિંટલ 6 હજાર 310 રૂપિયા મળ્યા, તો બીજી તરફ લાલ ડુંગળીને 5 હજાર 500 રૂપિયા સુધી મળ્યા છે.   

શાકમાર્કેટમાં ડુંગળીની આવક ઓછી થતાં ખેડૂતોને ફાયદો મળી રહ્યો છે પરંતુ આ વર્ષે સારો વરસાદ થવાના કારણે તાજેતરમાં ઉગાડેલી ડુંગળીના પાકનું ઉત્પાદન વધશે જેથી ભવિષ્યમાં આવક વધતાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો આવી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે એક-બે મહિના માટે ડુંગળીના ભાવ વધી રહ્યા છે, કેંદ્વ સરકાર પણ ડુંગળીની નિર્યાત બંધ કરવાનો નિર્ણય ન લે.