ભારત 5 ટ્રિલિયન ડોલરની આર્થિક શક્તિ બનવાની તરફ છે અગ્રેસરઃ પીએમ મોદી

  • ભારત 5 ટ્રિલિયન ડોલરની આર્થિક શક્તિ બનવાની તરફ છે અગ્રેસરઃ પીએમ મોદી
    ભારત 5 ટ્રિલિયન ડોલરની આર્થિક શક્તિ બનવાની તરફ છે અગ્રેસરઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકાઉન્ટન્ટ્સ કોન્ક્લેવમાં સંબોધન કર્યું હતું. તેમણે આ અવસર પર ચાણક્યની વાતોને યાદ કરી અને કહ્યું કે, જ્ઞાનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેમણે દેશભરના એકાઉન્ટન્ટ્સને અપીલ કરી કે તે ખોટા કામ ન કરે. તેમણે સીએજી અધિકારીઓને કહ્યું કે, તમારી પાસે આશા વધુ છે, કારણ કે આર્થિક સ્વાસ્થ્ય તમારા પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે, સીએજીએ હવે CAG 2.0 બનવું પડશે.  પીએમ મોદીએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયામાં બધુ પારદર્શી થઈ ગયું છે. જૈમ (જનધન, આધાર અને મોબાઇલ જામ) યોજના હેઠળ બધુ ડિજિટલ અને ભ્રષ્ટાચાર ફ્રી છે. યોજના વિશે અને અન્ય પ્રક્રિયાઓની સંપૂર્ણ જાણકારી ઓનલાઇન ઉપલબ્ધ છે. ડિજિયલ પ્રક્રિયાને કારણે આશરે 1.5 લાખ કરોડ રૂપિયા દર વર્ષે ખોટા હાથમાં જતાં બચે છે.