વાંકાનેરના ગારિડામાંથી 12 લાખના દારૂ સાથે એક ઝબ્બે

  • વાંકાનેરના ગારિડામાંથી 12 લાખના દારૂ સાથે એક ઝબ્બે
    વાંકાનેરના ગારિડામાંથી 12 લાખના દારૂ સાથે એક ઝબ્બે

રાજકોટ તા.27
વાંકાનેરના ગારીડા ગામની સીમમાં દારૂનો જંગી જથ્થો ઉતર્યા બાદ કટીંગ થતુંથતુ ત્યારે જ તાલુકા પોલીસની ટીમે દરોડો પાડી 12 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સને ઝડપી લીધો હતો. જયારે આ દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના 3 નામીચા બુટલેગરોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસે દારૂ, વાહન સહીત 20.34 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડતાં બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે રાજકોટ એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા એસઓજીના પીએસઆઇ અસ્લમ અંસારી, વિજેન્દરસિંહ ઝાલા, ફિરોજભાઈ રાઠોડ અને જીતુભા ઝાલાને બાતમી મળી હતી કે વાંકાનેરના ગારીડા ગામની સીમમાં બે બોલેરો પીકઅપ વાહનમાં દારૂના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું છે આ જગ્યા વાંકાનેર તાલુકામાં આવતું હોવાથી એસઓજીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા પીએસઆઇ રામદેવસિંહ જાડેજા તથા તેની ટીમે દરોડો પાડ્યો હતો દરમિયાન બંને બોલેરોમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની 326 પેટી કુલ બોટલ નંગ 3924 જેની કિંમત 12 લાખ તથા બે બોલેરો અને 1 બાઈક મળી કુલ 20.43 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને રાજકોટની રંગીલા સોસાયટીના સંજય વેલસીભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો રાજકોટના નામીચા બુટલેગરો મનસુખ બાવકુભાઇ કોળી, ભરત ઉર્ફે બંગડી સવાભાઇ સોરાણી તથા જયંતી રાઘવભાઇ ચૌહાણે મંગાવ્યો આરોપીએ જણાવતા તે તમામ સામે ગુન્હો દાખલ કર્યો હતો.
પકડાયેલ સંજય અગાઉ ચોટીલામાં પ્રોહીબીશનના કેસમાં પકડાઇ ગયો છે જયારે દારૂનો જથ્થો મંગાવનાર મનસુખ સહીતના ત્રણેય બુટલેગરો અગાઉ રાજકોટ સહિતના અન્ય વિસ્તારોમાં દારૂના જથ્થા સાથે પકડાઇ ગયા છે. પોલીસે રાજકોટના ત્રણેય બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.